Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યભરમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો નવસારીમાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે રવિવારે પણ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તો આજે રવિવારે અમદાવાદ, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, મોરબી,મહેસાણા, પંચમહાલ,સુરેન્દ્રનગર, તાપી જિલ્લામાં 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો આણંદ, અરવલ્લી, ભાવનગર, દાહોદ, ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ,મહીસાગર, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર,સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો આ તરફ ખેડા, સાબરકાંઠા જિલ્લામાં 27 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો