Gujarat Weather Forecast : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

Gujarat Weather Forecast : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 7:28 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આજે શુક્રવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આજે શુક્રવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ અરવલ્લી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ  અતિભારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarati Video : બેફામ વાહન હંકારનાર હવે જેલમાં જશે!!! અમદાવાદના ગોઝારા અકસ્માતની ઘટના બાદ ભરૂચમાં એક દિવસમાં 9 ગુના દાખલ કરાયા

તો રાજકોટ અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 21 અને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ સુરત અને વલસાડમાં અતિભારે વરસાદની વરસી શકે છે. આ સાથે જ આગામી કેટલાક દિવસ અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં અમદાવાદ,અમરેલી,આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,ભાવનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો છોટાઉદેપુર, ગાંધીનગર, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ, ખેડા, તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ નર્મદા, નવસારી જિલ્લાઓમાં 28 ડિગ્રી રહે તેવી સંભાવના છે. બીજી તરફ બોટાદ, જામનગર, પાટણ, સાબરકાંઠા, સુરત,તાપી,વલસાડ જિલ્લામાં 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">