Gujarat Weather Forecast : આજે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના, જુઓ Video
આગામી 2 દિવસ એટલે કે ગુરુવારે અને શુક્રવારે રાજ્યમાં વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. પરંતુ આગામી 2 દિવસ એટલે કે ગુરુવારે અને શુક્રવારે રાજ્યમાં વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2023: આગામી સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદને લઈ વેધર વોચ ગ્રુપની મળી બેઠક, શું થઈ ચર્ચા, જાણો
તો ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કોઈ આગાહી અત્યારે કરવામાં આવી નથી. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, ભાવનગર,જામનગર, મહેસાણા, રાજકોટમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. ભરુચ, દેવભૂમિ દ્વારકા, કચ્છ,મોરબી, પોરબંદરમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ આણંદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ આજે ગીર સોમનાથ, ખેડા, મહીસાગર, નર્મદા, વડોદરા જેવા જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
