Gujarat Weather Forecast : નર્મદા અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમને પગલે આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમને પગલે આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના, અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયુ વાતાવરણ, જુઓ Video
તો છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારેની વરસાદની આગાહી કરી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તો 18 અને 19 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારેની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદ, ગાંધીનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે બનાસકાંઠા, અમરેલી, જુનાગઢમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત,સુરેન્દ્રનગર, વલસાડમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.