Gujarat Weather Forecast : આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video
અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અત્યારે વરસાદનું જોર ઘટ્યુ છે. પરંતુ એક સપ્તાહ પછી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અત્યારે વરસાદનું જોર ઘટ્યુ છે. પરંતુ એક સપ્તાહ પછી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2023 : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ, જુઓ Video
એક સપ્તાહ પછી ભારે પવન અને વીજળીના કડાકા સાથે સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો સપ્ટેમ્બરના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે દાહોદ, ગીર સોમનાથ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બોટાદ, ખેડા, નર્મદા, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ મહીસાગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી, પાટણ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ અરવલ્લી, ભરુચ, દેવભૂનિ દ્વારકા, જામનગર, જુનાગઢ, કચ્છ, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.