AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather Forecast : આજે રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના, અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયુ વાતાવરણ, જુઓ Video

Gujarat Weather Forecast : આજે રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના, અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયુ વાતાવરણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 7:44 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં 16 થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. પચંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં 16 થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થઈ શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે ભરુચ, જામનગર, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે બોટાદમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ દાહોદમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, અમરેલી, કચ્છ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે અરવલ્લી, પોરબંદર, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">