ગુજરાત પર એકસાથે સક્રિય થઈ ‘3 નવી સિસ્ટમ’, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની ‘આગાહી’

ગુજરાત પર એકસાથે સક્રિય થઈ ‘3 નવી સિસ્ટમ’, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની ‘આગાહી’

| Updated on: Jul 07, 2026 | 6:37 PM

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્ય પર એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે.

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્ય પર એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે.

આ સિસ્ટમોના કારણે હાલમાં દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાહતના સમાચાર એ છે કે, આવતીકાલથી દક્ષિણ ભાગમાં ચોમાસાનું જોર થોડું ઓછું થઈ શકે છે. આ સાથે જ, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે રાજ્યના કોઈ પણ જિલ્લા માટે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું નથી.

વરસાદની તીવ્રતાને જોતા હવામાન વિભાગ દ્વારા અલગ-અલગ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આમાં નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય મુખ્ય મથક અમદાવાદમાં પણ આગામી સમયમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ખરાબ હવામાન અને દરિયામાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે.

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us