આજનું હવામાન : ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી,જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય છે. તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે.મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

