રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં મંગળવારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ( Ahmedabad ) 44 ડિગ્રી નોંધાયું હતુ. રાજ્યના 13 શહેરો એવા હતા કે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો હતો. પાટણ, પંચમહાલ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો રાજકોટ અને છોટાઉદેપુરમાં 42.5 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતુ.
આ પણ વાંચો : Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ
આગામી પાંચ દિવસ ગુજરાતની પ્રજાને અંગ દઝાડતી ગરમીનો કરવો પડશે સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. તો અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…