Ahmedabad : પાલડીમાં ACના વધુ વપરાશના કારણે લોડ વધવાથી ઈલેક્ટ્રીક મીટરમાં શોર્ટસર્કિટ, 12 ટુ-વ્હીલર બળીને ખાખ, જુઓ Video
અમદાવાદના પાલડીમાં ACના કારણે લોડ વધવાથી આગ લાગ્યાનું સામે આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે પાલડીના અમીઝરા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. તેમાં 12 ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે.
કાળઝાળ ગરમીમાં જો તમે ACનો વધારે પડતો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો. કારણ કે અમદાવાદના પાલડીમાં ACના કારણે લોડ વધવાથી આગ લાગ્યાનું સામે આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે પાલડીના અમીઝરા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. તેમાં 12 ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લીધી હતી. સદનસીબે દુર્ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે ACના વધુ વપરાશના કારણે લોડ વધ્યો હતો. અને ઈલેક્ટ્રીક મીટરમાં શોર્ટસર્કિટ થયું હતું. જેના કારણે બેઝમેન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos