AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4000 વોકેશનલ ટ્રેનરોનો મોરચો... માત્ર ₹14,000 પગાર અને રજાનું મહેનતાણું બંધ, એજન્સી પ્રથા સામે આંદોલનની ચીમકી - જુઓ Video

4000 વોકેશનલ ટ્રેનરોનો મોરચો… માત્ર ₹14,000 પગાર અને રજાનું મહેનતાણું બંધ, એજન્સી પ્રથા સામે આંદોલનની ચીમકી – જુઓ Video

| Updated on: Oct 16, 2026 | 4:45 PM
Share

ગાંધીનગરમાં વોકેશનલ ટ્રેનરો 5 વર્ષના કોન્ટ્રાક્ટ પૂરા થવા છતાં પગાર પ્રશ્નોથી પરેશાન છે. જાહેર રજાઓ તેમજ વેકેશનનો પગાર ન મળતા અને એજન્સી પ્રથાને કારણે માસિક આવક ઘટીને ₹14-15 હજાર થઈ ગઈ છે. લગભગ 4000 ટ્રેનરો ફિક્સ પગાર અને એજન્સી પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં કાર્યવાહીની ખાતરી અપાઈ છે.

ગાંધીનગરમાં વોકેશનલ ટ્રેનરો તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી રહ્યા છે. 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ કોઈ નક્કર પ્રક્રિયા હાથ ન ધરાતા તેમની ચિંતામાં વધારો થયો છે. ટ્રેનરોનો આક્ષેપ છે કે, તેમને ઓછું વેતન આપવામાં આવે છે અને જાહેર રજાઓ તેમજ વેકેશનનો પગાર પણ મળતો નથી, જેના કારણે હાલાકી ભોગવવી પડે છે.

અગાઉ ₹21,000 પગાર મળતો હતો પરંતુ એજન્સીઓ બદલાતા નિયમો પણ બદલાયા હતા. હવે રવિવાર અને જાહેર રજાના દિવસોનું મહેનતાણું ન મળતા દરેક ટ્રેનરના હાથમાં માત્ર ₹14,000 થી ₹15,000 જ આવે છે.

ગુજરાતમાં અંદાજે 4000 જેટલા વોકેશનલ ટ્રેનરો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેઓ માસિક ફિક્સ વેતન લાગુ કરવા અને એજન્સી પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે જો નિકાલ નહિ આવે, તો આગળ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો સૌથી મોટો હોલ્ડિંગ એરિયા ખુલ્લો મુકાયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">