Gujarat Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસાને 56 કરોડના વિકાસકામોની આપી ભેટ, વર્ચ્યૂઅલ હાજર રહી કર્યું લોકાર્પણ

|

Mar 31, 2023 | 5:17 PM

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં 56 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. આ કાર્યક્રમમાં અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કાર્યક્રમમાં 13 તળાવ ઈન્ટરલીક અને ચંદ્રેસર તળાવનું બ્યુટિફિકેશન અને માણસા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ હતુ.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે માણસાને 56 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી. માણસાના ઐતિહાસક તળાવનો 8 કરોડના ખર્ચે વિકાસ થશે. 13 તળાવને ઈન્ટરલિંક કરવામાં આવશે. માણસામાં 26 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરલાઈનનું કામ કરાશે. આ ઉપરાંત માણસા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ અમિત શાહે વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું.

ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં પ્રજાની સુખાકારીમાં સતત વધારો કરવા અમિત શાહ ચિંતિત છે. આ પ્રસંગે ઉપસ્થિત CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રોડ, ગટર, લાઈટ, પાણી, આરોગ્યની સુવિધા પર ભાર મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર નાણાંના અભાવે કોઈ કામ ન અટકે તેની દેખરેખ રાખી રહી છે.

માણસામાં કેન્દ્ર અને રાજય સરકારે અત્યાર સુઘીમાં કુલ રૂ. 1182 કરોડના વિકાસકામો સાકાર કર્યા છે. તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી  શાહે માણસાના વિકાસ કાર્યોની અવિરત શૃંખલાથી માણસાના નાગરિક તરીકે રાજય સરકારનો આભાર માન્યો હતો.

માણસા વિસ્તારમાં નવી રેલવે લાઇન નાખવાથી લઇને 32 તળાવોનું નિર્માણ, બાર જેટલાં તળાવોના આંતરજોડાણ, ચંદ્રાસણ તળાવનું બ્યુટીફિકેશન, શહીદ સ્મારકનું નિર્માણ, અંબોડ સ્થિત કાલીમાતા મંદિર જિર્ણોધ્ધાર, માણસા-ગાંધીનગર, મહુડી-પુંદ્વા તેમજ કલોલ-માણસા ફોરલેન નેશનલ હાઈવેના નિર્માણ દ્વારા માણસા વિસ્તારના વિકાસ કાર્યોથી લોકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે. તેમ પણ અમિત શાહે ઉમેર્યુ હતું.

આ પણ વાંચો: Gujarati Video: સાંસદ રાજેશ ચુડાસમા અમિત શાહના 2 કાર્યક્રમમાં ગેરહાજર, ડો. અતુલ ચગના પરિવારે રાજેશ ચુડાસમા પર લગાવ્યા છે આરોપ

ગૃહમંત્રીએ માણસા માટે આ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. તેમજ ભવિષ્યમાં માણસાની સાર્વજનિક હોસ્પિટલને અદ્યતન બનાવવાના આયોજન અંગે પણ માહિતી આપી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Video