Gujarat Video: કરજણના કોળિયાદ પંથકમાં ધોધમાર વરસાદ, બેટમાં ફેરવાયુ ગામ

|

Jul 28, 2023 | 10:02 PM

Vadodara: કરજણના કોળિયાદ ગામમાં ભારે વરસાદને પગલે સમગ્ર ગામ બેટમાં ફેરવાયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામ કમરસમા પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર સદંતર ઠપ્પ થઈ ગયો છે.

વડોદરાના કરજણના કોલીયાદ પંથકમાં પણ ભારે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ગામ બેટમાં ફેરવાયું છે. કોલીયાદ ગામની ભાગોળે કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા. કોલીયાદ, કલ્લા ગામથી પાલેજ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો. તો રસ્તા પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. વાહનવ્યવહાર બંધ થતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

કરજણની ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઢાઢર નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. તંત્ર દ્રારા આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને કલેક્ટરની સૂચનાથી તંત્ર એલર્ટ મોડ પર છે. પોર ગામેથી કરજણના ગામો વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીરની આવક થઈ છે. તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના 39 ગામોને સાવચેત કરાયા.

કોલિયાદ ગામની ભાગોળે કેડસમા પાણી ભરાયા

આ પણ વાંચો : Narmada: ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ, કરજણ ડેમમાં પાણીની પુષ્કળ આવક- જુઓ Video

શિનોર તાલુકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

આ તરફ શિનોર તાલુકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. બાવળિયા ગામે તળાવની પાળ તૂટી છે. નવીનગરી વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:58 pm, Fri, 28 July 23

Next Video