Gujarat Video: અમરેલીના સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભમોદ્રાની વેકરિયા નદીમાં આવ્યું પૂર
Amreli: સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં મેઘાના મંડાણ થયા છે. અમરેલી જિલ્લા સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમા મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ઉપરવાસમાં સારો વરસાદ થતા ભમોદ્રા ગામની વેકરિયો નદીમાં પૂર આવ્યુ છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં સારો વરસાદ થતા ભમોદ્રા ગામના વેકરિયો નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ સિઝનના પ્રથમ વરસાદમાં જ નદી છલોછલ થતા ગામલોકોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે. ભમોદરા આસપાસના ઠવી, કેદારિયા, વીરડી, ઘોબા, સહિતના ગામડાઓમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : 2015માં અમરેલીમાં થયો હતો જળપ્રલય, સર્જી તારાજી, અનેક લોકો-પશુઓએ ગુમાવ્યા હતા જીવ, મકાનો થયા જમીનદોસ્ત, જુઓ Photos
આ તરફ અમૃતવેલ, ભૂવા, ધાર, મોલડી સહિતના ગામોમાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે. મોટા ઝીંઝુડા, ઠવી, વીરડી. નાળ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયુ છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને આહ્લાદક વાતાવઅરણ બન્યુ હતુ. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો