Gujarat Video : બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના 8 જિલ્લામાં ઊર્જા વિભાગને 900 કરોડનું નુકસાન, ઊર્જામંત્રી કનુ દેસાઈએ આપી માહિતી

Gujarat Video : બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યના 8 જિલ્લામાં ઊર્જા વિભાગને 900 કરોડનું નુકસાન, ઊર્જામંત્રી કનુ દેસાઈએ આપી માહિતી

| Edited By: | Updated on: Jun 20, 2023 | 10:16 PM

Kutch: રાજ્ય પર આવેલા વિનાશક બિપરજોય વાવાઝોડાને કારણે 8 જિલ્લામાં વ્યાપક નુકસાન થયુ છે. વાવાઝોડાને કારણે 8 જિલ્લામાં 900 કરોડનું નુકસાન પહોંચ્યુ છે. કનુ દેસાઈએ કચ્છમાં ધારાસભ્યો અને જિલ્લા તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી.

Kutch: રાજ્યમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાને કારણે 8 જિલ્લામાં ઊર્જા વિભાગને 900 કરોડનું નુકસાન પહોંચ્યુ છે. વાવાઝોડા બાદ નુકસાની અંગે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કચ્છમાં ધારાસભ્યો અને તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી. વાવાઝોડાથી થયેલી નુકસાની અંગે માહિતી આપતા ઊર્જામંત્રીએ જણાવ્યુ કે 4 હજાર 945 ગામોમા વીજ પૂરવઠો ખોરવાયો હતો. જે પૈકી 4 હજાર 703 ગામોમાં વીજ પૂરવઠો ફરી યંત્રવત કરવામાં આવ્યો છે. આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં 242 ગામોમાં વીજ પૂરવઠો શરૂ કરાશે. આ સાથે બાગાયતી પાકોના નુકસાન અંગે સહાય પેકેજ અપાશે. ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે પણ શરૂ કરાયો છે. વાવાઝોડાને કારણે મીઠાના અગરને પણ ભારે નુકસાન પહોંચ્યુ છે.

આ પણ વાંચો : Kutch : એનડીઆરએફ અને PGVCL ટીમે સંયુક્ત કામગીરી કરી, માંડવીના ટોપણસર તળાવ વચ્ચેના વીજ પોલની મરમ્મત કરી

વીજકર્મીઓની કામગીરીની સોશિયલ મીડિયામાં સરાહના

વાવાઝોડા બાદ રાજ્યમાં વીજકર્મીઓ જે યુદ્ધના ધોરણે વીજપૂરવઠો યંત્રવત કરવા માટે કામગીરી કરી રહ્યા છે. તેની સોશિયલ મીડિયામાં પણ ભારે સરાહના થઈ રહી છે. લોકો તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. બનાસકાંઠામાં આવેલ નડાબેટનું રણ ભારે વરસાદ બાદ જાણે કોઈ ટાપુમાં ફેરવાઈ ગયુ હોય તેમ પાણી ભરાયા છે, ત્યારે આ રણમાં જ જલોયા ફિડર આવેલુ છે. જેની વીજ લાઈનના અનેક વીજપોલ આ રણમાં ભરાયેલા પાણીમાં ધરાશાયી છે. UGVCLના કર્મચારરીઓ જીવ જોખમમાં મુકી વીજ પૂરવઠો પુન: કાર્યરત કરવા રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે.   

કચ્છ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.