Ahmedabad : જર્નાલિઝમના ડિજિટલ માર્કેટિંગના પેપરમાં કોર્સ બહારના સવાલ પૂછાતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University) જર્નાલિઝમના ડિજિટલ માર્કેટિંગના પેપરમાં કોર્સ બહારના સવાલ પૂછાતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને નીચે આવ્યા અને કેમ્પસમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં પણ રજુઆત કરી હતી.
ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) પાસે આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલમાં જર્નાલિઝમનું સેમેસ્ટર-6નું એડવાન્સ્ડ ડિજિટલ માર્કેટિંગનું(Digital Marketing) પેપર હતું. આ પેપર હાથમાં આવતા જ વિદ્યાર્થીઓ(Student) ચિંતામાં મુકાયા હતા. કારણ કે આજનું પેપર સિલેબસ બહારનું હતું. આ અંગે ખંડ નિરીક્ષકને જાણ કરી ત્યારે ખંડ નિરીક્ષકે યુનિવર્સિટીમાં વાત કરી, પરંતુ ત્યાંથી કહેવામાં આવ્યું કે પેપર સિલબેસ બહારનું નથી, જેથી વિદ્યાર્થીઓને જે પેપર આપવામાં આવ્યું છે, તે જ લખવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને નીચે આવ્યા અને કેમ્પસમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં પણ રજુઆત કરી હતી.
જો કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાામાં આવતી પરીક્ષામાં એકથી વધારે પેપર સેટ કરવામાં આવે છે. તેમજ ત્યાર બાદ તેમાંથી ગમે તે એક પેપર નીકળવામાં આવે છે, તેમજ આ અંગે પ્રશ્નપત્રો નિષ્ણાત અધ્યાપકો પાસેથી મંગવવામાં આવે છે. તેવા સમયે વાસ્તવમાં પ્રશ્નપત્રના સિલેબસ બહારના સવાલ પૂછવામાં આવ્યા છે કે નહિ તે અંગે ચકાસણી બાદ જ માલૂમ પડી શકે તેમ છે. તેમજ જો આ બાબત સાબિત થશે તો જેટલા માર્કનો પ્રશ્ન સીલેબસ બહારથી પૂછવામાં આવ્યો હશે તેટલા માર્ક સેટ ઓફ કરવામાં પણ આવી શકે છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ ગુજરાતથી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે : પીએમ મોદી
આ પણ વાંચો : સાવધાન : પેકિંગમાં મળતા ઘંઉના લોટ અને મેદામાં આ હાનિકારક તત્વનું વધુ પ્રમાણ,જીટીયુના ફાર્મસી વિભાગનું રિસર્ચ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
