ગુજરાતવાસીઓ વરસાદ માટે ફરી તૈયાર રહેજો, આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

|

Sep 04, 2023 | 4:34 PM

રાજયમ વરસાદને લઈ ફરી સારા સમાચાર સામે આવ્યા છે. 6 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદ પડશે. 6થી 12 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના મોટાભાગમાં વરસાદ પડશે. બંગાળના ઉપમહાસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. 5 અને 6 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે.

વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 6 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદ પડશે. 6થી 12 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના મોટાભાગમાં વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યુ છે. બંગાળના ઉપમહાસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે.

આ પણ વાંચો : Sucide : સુરતના પાંડેસરમાં 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો, મૃતક ધોરણ-7માં કરતી હતી અભ્યાસ, જૂઓ Video

મહત્વનુ છે કે વરસાદને લઈને ખેડૂતો માટે સારા સમાચાર છે દોઢ મહિના બાદ ફરી મેઘરાજા  મહેરબાન થઈ શકે છે. રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાાગે પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

5 અને 6 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં બે દિવસ બાદ સામાન્ય વરસાદને લઈ આગાહી કરવાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video