AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sucide : સુરતના પાંડેસરમાં 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો, મૃતક ધોરણ-7માં કરતી હતી અભ્યાસ, જૂઓ Video

Sucide : સુરતના પાંડેસરમાં 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો, મૃતક ધોરણ-7માં કરતી હતી અભ્યાસ, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 12:07 PM
Share

સુરતના પાંડેસરામાં રત્ન કલાકારની 12 વર્ષની દીકરી રહીતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. કર્મયોગી સોસાયટી નંબર-2માં રહેતી કિશોરીએ રૂમની અંદર દુપટ્ટો અને રૂમાલ વડે ગળેફાંસો ખાંધો હતો. મૃતક કિશોરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી.

Surat : સુરત શહેરમાં વધુ એક આપઘાતનો (Suicide) બનાવ બનતા ચકચાર મચી છે. પાંડેસરામાં રત્ન કલાકારની 12 વર્ષની દીકરી રહીતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. કર્મયોગી સોસાયટી નંબર-2માં રહેતી કિશોરીએ રૂમની અંદર દુપટ્ટો અને રૂમાલ વડે ગળેફાંસો ખાંધો હતો. મૃતક કિશોરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી.

આ પણ વાંચો-Banaskantha : પાલિકા પાસે ઢોર સાચવવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી પકડેલા રખડતા ઢોરને રસ્તા પર ફરી છોડી દેવાયા, જૂઓ Video

જો કે આપઘાતનું કારણ અકબંધ છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાય.મૃતકના પિતા રત્ન કલાકારનું અને માતા શૂટ કટિંગનું કામ કરતી હતી. 108 એમ્બ્યુલન્સના તબીબે ઘટનાસ્થળે પહોંચી કિશોરીને મૃત જાહેર કરી હતી.કિશોરીએ કેમ આપઘાત કર્યો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઇકાલે સુરતના રાંદેર વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ તેના બે બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. મહિલાએ બાળકો સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેરમાં 35 વર્ષીય રિટા ચોરસિયા નામની મહિલા તેની 11 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરા સાથે રહેતી હતી.જો કે તેણે પોતાના બે બાળકો સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાત પાછળનું ઘરકંકાસ કારણ હોવાનું અનુમાન છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">