આજનું હવામાન : સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર - કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર – કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમરેલી, ગીર-સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ આણંદ, સુરત, તારી, નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશન બનવાથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.