શેરમાર્કેટમાં નફાની લાલચ… પડી શકે છે ભારે! 11 કરંટ એકાઉન્ટથી આચરી કરોડોની છેતરપિંડી – જુઓ Video
સુરતમાં શેરમાર્કેટમાં નફાની લાલચ આપીને છેતરપિંડી કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓએ લોકોને રોકાણ કરાવવાની વાત કરીને મોટી રકમની છેતરપિંડી કરી હતી.
સુરતમાં શેરમાર્કેટમાં નફાની લાલચ આપીને છેતરપિંડી કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓએ લોકોને રોકાણ કરાવવાની વાત કરીને મોટી રકમની છેતરપિંડી કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે, બંને આરોપીઓ બેંક એકાઉન્ટ ભાડે લઈ ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરતા હતા અને છેતરપિંડી કરવા માટે તેમણે અનેક કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા.
આ ફ્રોડ એકાઉન્ટ સામે ઘણી ફરિયાદો નોંધાઈ હતી અને આરોપીઓએ અલગ-અલગ રાજ્યોના લોકોને પણ નિશાન બનાવ્યા હતા. પોલીસે બંને આરોપીઓને દબોચી લઈને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ફ્રોડના કેસમાં આરોપીઓ ચાઈનીઝ એપ્લીકેશનનો ઉપયોગ કરીને આંતરરાજ્યના લોકોને નિશાન બનાવતા હતા.
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓએ કુલ 53 કરોડ 9 લાખથી વધુના સાયબર ફ્રોડને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓના કબજાથી 4 મોબાઈલ, 5 ડેબિટ કાર્ડ, ચેકબુક અને સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
