સુરતમાં LPG ની બૂમરાણ! કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ગેસના બાટલા ના મળ્યા, લોજ સંચાલકો હવે કોલસાના સહારે
ડાયમંડ સિટી સુરતમાં ખાનપાનના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓ પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછતને કારણે નાની રેસ્ટોરન્ટ અને લોજના સંચાલકો હવે મજબૂરીમાં ગેસ છોડીને કોલસા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે.
સુરત શહેરમાં હાલ નાની રેસ્ટોરન્ટ અને લોજની અંદર LPG સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે. કોમર્શિયલ LPG સિલિન્ડર સમયસર ન મળવાને કારણે હવે કોલસા પર રસોઈ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
રેસ્ટોરન્ટ સંચાલકોનો આરોપ છે કે, ગેસ સિલિન્ડર મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં તેમને પૂરતો પુરવઠો મળી રહ્યો નથી. ગેસના અભાવે કામગીરી અટકી ન પડે તે માટે સંચાલકો મજબૂરીમાં કોલસાનો ઉપયોગ કરી રહ્યા છે.
બીજી તરફ, ગેસની અછતને કારણે કોલસાનો વપરાશ અચાનક વધી જતાં બજારમાં કોલસાના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. LPGની અછત અને મોંઘા કોલસાના બેવડા ફટકાને કારણે રેસ્ટોરન્ટ અને લોજ સંચાલકો હાલ મોટા આર્થિક સંકટમાં મુકાયા છે.
અમદાવાદ શહેરમાં CNG નો ઠેકો ધરાવનાર અદાણી ટોટલ ગેસે, પ્રતિ કિલોએ રૂ.1.50નો કર્યો ભાવ વધારો
Follow Us
