નશાના વ્યાપારને ડામવા પોલીસ ફુલ એક્શન મોડમાં… પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે કરી ‘લાલ આંખ’ – જુઓ Video
સુરત શહેરમાં નશામાં વપરાતા હુક્કા અને ગોગો પેપરના વેચાણ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે. પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં નશામાં વપરાતા અલગ અલગ પેપરના વેચાણના મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે. ઝોન-3 વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 24 કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે, 13 થી વધુ પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સ્વાસ્થ્યની સૂચના વિનાની સિગારેટના વેચાણ અંગે પણ તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં સિગારેટ, હુક્કા, ગોગો પેપર સહિતનો જથ્થો જપ્ત કરી દેવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, નશાના વ્યાપારને ડામવા સુરત પોલીસ એક્શનમાં આવી છે.
ઝોન-3 વિસ્તારમાં નશામાં વપરાતા અલગ અલગ પેપરના વેચાણ મામલે તંત્ર સક્રિય થયું છે. આ અંતર્ગત મહિધરપુરા, ચોકબજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપોર વિસ્તારોમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, હુક્કા, ગોગો પેપર અને રોલિંગ પેપર અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સાથે જ સામાન્ય લોકોને નશાકારક પેપરના વેચાણ વિશે પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
