Gujarat : ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 28 ડિસેમ્બરે વરસાદ પડશે

|

Dec 24, 2021 | 7:10 PM

બનાસકાંઠા,પાલનપુર,ડીસા,થરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને પગલે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું છેકે વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે.

Gujarat :  ફરી હવામાન વિભાગે એક માઠા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા,પાલનપુર,ડીસા,થરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને પગલે 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું છેકે વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. સાથે જ નવા વર્ષની શરુવાતથી જ કાતિલ ઠંડીની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગે શું આગાહી કરી?

હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ ના જણાવ્યા અનુસાર આગળના 4 5 દિવસમાં ગુજરાત રિઝનમાં તાપમાન સામાન્ય રહેશે. પરંતુ 2 દિવસ એટલે કે 25 અને 26 ડિસેમ્બરે લગભગ હવામાન સાફ રહેશે. પણ 27 ડિસેમ્બરે વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે તેમજ માછીમારો માટે કોઈ એલર્ટ રાખવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : UP Assembly Election: શું વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખવામાં આવશે ? અલ્હાબાદ હાઈકોર્ટની અપીલ પર ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

 

Next Video