સૌરાષ્ટ્રમાં આફત બનીને વરસ્યા મેઘરાજા, દ્વારકાથી લઈને જુનાગઢ સુધી જુઓ તબાહીના દૃશ્યો- Video

આકાશી કહેરના અત્યંત ભયાનક દ્રશ્યો દ્વારકાથી લઈ જૂનાગઢથી સામે આવ્યા છે. ક્યાંક આખું મકાન તણાયું તો ક્યાંક જિંદગી ધસમસતા પાણી સાથે લડતી જોવા મળી.

| Edited By: | Updated on: Aug 21, 2025 | 9:18 PM

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાથી જૂનાગઢ સુધી મકાનો તણાયાં છે અને લોકો જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. કેશોદમાં નદીનો પાળો તૂટવાથી મકાન ધરાશાયી થયું, જ્યારે ભાણવડમાં પર્યટકો પાણીમાં ફસાયા હતા. કલ્યાણપુરામાં ડેમ ઓવરફ્લો થતાં નદી દરિયામાં ભળી ગઈ. આ વિનાશકારી ઘટનાઓનો વીડિયો વાયરલ થયો છે.

કેશોદના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીનો પાળો તૂટવાથી ખેડૂતનું કાચું મકાન ધરાશાયી થયું હતું. જેમ મકાનનો કાટમાળ, મકાનમાં રહેલ ખેત ઓજારો, ઘાસચારો, ઘરવખરી તેમજ સંગ્રહ કરેલ અનાજ તણાયું હતું. જેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. હચમચાવીને રાખી દેનારા આ આ દ્રશ્યો ખરેખર પૂરન ભયાનકતા દર્શાવી રહ્યા છે. પાણીના પ્રચંડ પ્રવાહની એવી થપાટ પડી કે આખે આખું ઘર પાણીમાં તૂટીને તણાઈ ગયું. ખેડૂત પોતે પાકા મકાનમાં રહેતા હોય બાજુમાં આવેલ આ કાચા મકાનમાં પશુઓ બાંધતાં હોય પાળો તૂટવા સાથે પશુને બચાવી લેવાયાં હતાં. આસપાસમાં રહેલ અન્ય મકાનોને પણ નુકશાન થવા સંભાવના હોય સ્થાનિકોએ નદી કાંઠાના ખેડૂતોને નદી કાંઠેથી સુરક્ષિત ખસી જવા જણાવ્યું હતું.

જીવ તાળવે ચોંટી જાય તેવા દૃશ્યો દ્વારકાના ભાણવડથી સામે આવ્યા છે. જ્યાં પોતાના જીવ સાથે રમત કરવી બે લોકોને ભારે પડી ગઈ. એક તરફ પાણીનો અત્યંત ડરામણો પ્રવાહ વહી રહ્યો છે બીજી તરફ બે પર્યટક આ પાણીમાં જિંદગીની જંગ ખેલી રહ્યા છે.આ ઘટના કિલેશ્વર પર્યટન સ્થળ પરથી સામે આવી છે. જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા પર્યટકોનું દિલધડક રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે. તંત્રએ પાણીમાં ફસાયેલા બંને મુસાફરોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરામાં મેઘતાંડવ બાદ કુદરતનો અનોખો નજારો જોવા મળ્યો છે. આ અદભૂત દૃશ્યો દરિયામાં ભળતી નદીના છે. ભારે વરસાદના કારણે ભોગાત ગામ નજીક આવેલો બંધધારા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના પાણી ગોજીનેશ ગામ નજીક આવેલા દરિયામાં ભળતા અનોખા દ્રશ્યો સર્જાયા હતા. આખી નદી દરિયામાં સમાધિ લેતી હોય તેવો અદભૂત નજારો અહીં સર્જાયો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નદીના મોજા ઉછળતા હોય અને દરિયામાં સમાતા હોય તેવા દૃશ્યો પહેલા ક્યારેય જોવા નથી મળ્યા. જેથી કુતૂહલવશ લોકો આ નજારાને જોવા માટે નદી અને દરિયાના આ સંગમસ્થળે ઉમટી રહ્યા છે.

ભારતની ડિપ્લોમસી માટે આ સમય સૌથી જોખમી, ગ્લોબલ સાઉથનું નેતૃત્વ સાચવવું કે ચીનની છત્રછાયા સ્વીકારવી? એક્સપર્ટની ચેતવણી

Published On - 9:10 pm, Thu, 21 August 25