ગુજરાત સરકારની મોટી જાહેરાત, ભૂકંપ બાદ બનેલા 16,600 મકાનો રેગ્યુલરાઈઝ કરાશે

|

Mar 24, 2022 | 8:08 PM

ભૂકંપ બાદ નોંધણી ન થઇ હોય તેવા 16 હજાર 600 મકાનો રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. જ્યારે બાકી રહેલા મકાનો પણ રેગ્યુલરાઈઝ થશે. રેગ્યુલરાઈઝ થયા બાદ આ મકાનો વેચી શકાશે. તેમજ આ સમગ્ર મકાનની સમીક્ષા કરવામાં આવશે તેની બાદ આ મકાનો રેગ્યુલરાઈઝ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં(Gujarat Assembly)  મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે એક મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભૂકંપ(Earthquake)  બાદ બનેલા નવા મકાનો (House) રેગ્યુલરાઈઝ   થશે. જેમાં 17,000 મકાનોની નોંધણી થઈ ન હતી. તેમજ નોંધણી ન થઇ હોય તેવા 16 હજાર 600 મકાનો રેગ્યુલરાઈઝ કરવામાં આવશે. જ્યારે બાકી રહેલા મકાનો પણ રેગ્યુલરાઈઝ થશે. રેગ્યુલરાઈઝ થયા બાદ આ મકાનો વેચી શકાશે. તેમજ આ સમગ્ર મકાનની સમીક્ષા કરવામાં આવશે તેની બાદ આ મકાનો રેગ્યુલરાઈઝ કરવામાં આવશે.

આ ઉપરાંત વિધાનસભામાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અને વધુને વધુ લોકો ગુજરાત પ્રવાસ માટે આવે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહ્યાં છે.. ત્યારે પ્રવાસન પ્રધાન પૂર્ણેષ મોદીએ ગૃહમાંથી નડાબેટના વિકાસની જાહેરાત કરી.. નડાબેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નડાબેટ બોર્ડર પર નવા આકર્ષણ ઉભા કરાશે.. નડાબેટ ખાતે સરહદની રક્ષા કરતા જવાનોની વાતો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવાની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો : Ahmedabad : પીરાણા નજીક જગતપુર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

આ પણ વાંચો : Vadodara : બાયોડીઝલ કૌભાંડમાં ત્રણ લોકોની ધરપકડ, મુખ્ય આરોપીઓની શોધખોળ ચાલુ

Published On - 8:06 pm, Thu, 24 March 22

Next Video