ગુજરાતમાં કોરોના બેકાબૂ ! એક જ દિવસમાં 107 કોરોનાના નવા કેસ નોંધાયા, જુઓ Video
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસમાં નવા 167 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 નોંધાઈ છે. જેમાં 600 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક જ દિવસમાં નવા 107 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 નોંધાઈ છે. જેમાં 600 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો અન્ય 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
જો દેશમાં વધતા કોરોનાના કેસની વાત કરીએ તો ભારતમાં કુલ 5364 એક્ટિ કેસ છે. જ્યારે 4724 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં સૌથી વધુ કોરોનાના કેસ 1679 કેરળમાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કેસ ત્રિપુરામાં નોંધાયા છે.
વાયરસ કેટલો ખતરનાક !
રાજીવ બહલે જણાવ્યું હતું કે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વાયરસના નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે કેસોમાં વધારો કરી રહેલા વાયરસનું વર્તમાન સ્વરૂપ ગંભીર નથી. આ ઓમિક્રોન વાયરસનું એક નવું સ્વરૂપ છે.
તેમણે કહ્યું કે વાયરસના જે ચાર નવા સ્વરૂપો મળી આવ્યા છે તેમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1નો સમાવેશ થાય છે. આ બધા ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ઉદ્ભવ્યા છે. વાયરસના LF.7, XFG, JN.1 વેરિઅન્ટમાંથી ચેપના વધુ કેસ છે. ડૉ. બહલે કહ્યું, “અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. આ સમયે આપણે દેખરેખની સાથે સતર્ક રહેવું જોઈએ. જોકે, ચિંતા કરવાની કોઈ વાત નથી.”
કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હવે ફરી વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-

અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ

ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીને અપાઈ અંતિમ વિદાય, રાજકોટ બન્યુ ગમગીન

તલગાજરડામાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા બેટમાં ફેરવાયુ ગામ- Video
