ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, 24 કલાકમાં વધુ 10 કેસ નોધાયા, અત્યાર સુધી 27 બાળકોના મોત , જુઓ Video

|

Jul 21, 2024 | 12:02 PM

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના 10 નવા કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચાંદીપુરાના ભરડામાં 27 બાળકોના મોત થયા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના 10 નવા કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચાંદીપુરાના ભરડામાં 27 બાળકોના મોત થયા છે. અત્યાર સુધી 21 જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 71 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 10 કેસ નોંધાયા

સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાંથી સામે આવ્યા છે. સાબરકાંઠામાંથી 8 કેસ સામે આવ્યા છે. ચાંદીપુરાના ખેડા અને ગાંધીનગરમાંથી 5-5 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાંથી પણ 5 કેસ નોંધાયા છે. અરવલ્લી, અમદાવાદ,મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે.

વડોદરા,દ્વારકા, ભાવનગર, રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. શનિવારે સારવાર બાદ ત્રણ બાળકોને રજા આપવામાં આવી છે. જો કે હજુ પણ 41 બાળ દર્દી વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

27 બાળકના મોત

ચાંદીપુરા વાયરસ પગલે સૌથી વધુ પંચમહાલમાં 4 બાળકોના મોત થયા છે. અરવલ્લીમાં 3 બાળકોના મોત થયા છે. તેમજ મોરબીમાં 3 બાળકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 3 બાળકોના મોત થયા છે. સાબરકાંઠામાં 2 બાળકોના મોત થયા છે. દાહોદ, મહેસાણા અને રાજકોટમાં 2 બાળકોના મોત થયા છે. મહીસાગરમાં 1 બાળકનું મોત થયુ છે.ગાંધીનગર ગ્રામ્ય વિસ્તાર, ગાંધીનગર શહેર વિસ્તાર, વડોદરા, દેવભૂમિદ્વારકા, સુરેન્દ્રનગરમાં 1 બાળકોના મોત થયા છે.

Next Video