Gandhinagar Rain : પહેલા વરસાદે જ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video

|

Jun 25, 2024 | 11:56 AM

ગુજરાતમાં બરાબર ચોમાસું જામ્યુ છે. ગાંધીનગરમાં પણ મેઘ મહેર પણ થઈ છે. ગાંધીનગરમાં પહેલા વરસાદે જ પ્રિ -મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. મેઘરાજાની એન્ટ્રી સાથે જ ચારે તરફ પાણી ફરી વળ્યા છે.

ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે. ગાંધીનગરમાં પણ મેઘ મહેર થઈ રહી છે. ગાંધીનગરમાં પહેલા વરસાદે જ પ્રિ -મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ચોમાસાના શરુઆતના વરસાદ સાથે જ ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ગાંધીનગર મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ગાંધીનગરમાં પ્રથમ વરસાદે જ સેક્ટર – 5 તેમજ નિચાણવાળી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ

ચોમાસાની શરુઆતમાં મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખેડાના માતરમાં સૌથી વઘુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કલોલ, ચુડા અને મહેમદાબાદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ધંધુકા અને લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ માણસા, ઓલપાડ,ખેડા, વાલોડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video