Monsoon 2022: અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો બન્યો ગાંડોતુર, માંગરોળ સહિતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે વરસાદની (rain) સિસ્ટમ સક્રિય બની છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 3:48 PM

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Gujarat Rain) વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગનું (Meteorological Department) માનીએ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. 11 ઓગસ્ટેના પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. દરિયાકિનારે ભારે ફુંકાવાની આગાહીના પગલે દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ વરસાદી માહોલ યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટેના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. તો હવામાનની આગાહી અને ભારે પવન ફુંકાવાના પગલે જાફરાબાદ બંદર પર 10 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. તો જૂનાગઢ માંગરોળ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તો આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી

મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 ડિગ્રીરહેશે. તો દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 ડિગ્રીરહેશે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 જોવા મળશે,ઉપરાંત દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાનો હવામાન વિભાગનો અંદાજ છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">