Rain Video : સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ! 57 ગામનો સંપર્ક વિહોણા, 359 ગામમાં છવાયો અંધારપટ, રાહત કમિશનરે આપ્યું નિવેદન

|

Jul 20, 2024 | 12:45 PM

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદ મુદ્દે કમિશનરે  નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રમાંથી 400થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે  નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રમાંથી 400થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા 45થી વધુ લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે આશરે 57 ગામનો સંપર્ક વિહોણા થયા છે.

359 ગામમાં છવાયો અંધારપટ

તેમજ સૌરાષ્ટ્રના 359 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત આશરે 209 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ 13 ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. બચાવ અને રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા છે. તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવ્યા છે.

Published On - 12:44 pm, Sat, 20 July 24

Next Video