Breaking News: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં ખાબક્યો 22.6 ઇંચ

| Edited By: | Updated on: Jul 04, 2026 | 11:01 AM

જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1.74 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 22.6 ઇંચ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને જનજીવન પર અસર જોવા મળી રહી છે.

રાજ્યમાં સિઝનનો માત્ર 3 ટકા વરસાદ નોંધાયો

હાલની સ્થિતિ મુજબ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4.82 ઇંચ વરસાદ વરસ્યો છે, જે સિઝનના કુલ 13.27 ટકા વરસાદ જેટલો થાય છે. નોંધનીય છે કે જૂન મહિનાના અંત સુધી રાજ્યમાં સિઝનનો માત્ર 3 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે જુલાઈના પ્રથમ દિવસોથી જ વરસાદે જોર પકડ્યું છે.

ઝોનવાર સ્થિતિ જુઓ

ઝોનવાર સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 17.11 ટકા (10.55 ઇંચ) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 15.38 ટકા (4.68 ઇંચ), મધ્ય ગુજરાતમાં 10.87 ટકા (3.56 ઇંચ) અને ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા (2.27 ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં હજુ માત્ર 0.40 ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા

જોકે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, છતાં 12 તાલુકાઓ હજુ પણ કોરા ધાકોર હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

ડાંગ, નવસારી, વલસાડમાં જળબંબાકાર, દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પર પાણી પાણી, જુઓ Video

 

Published on: Jul 04, 2026 11:01 AM
Follow Us