Rain News : ચોમાસાની શરુઆતમાં ગુજરાતમાં વરસ્યો ધોધમાર વરસાદ, રાજ્યના જળાશયોમાં 45.80 ટકા પાણીનો થયો સંગ્રહ, જુઓ Video
ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યના કુલ જળાશયોમાં 45.80% પાણીનો સંગ્રહ થયો છે. આ આંકડાઓ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં વરસાદના પ્રમાણને દર્શાવે છે.
ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યના કુલ જળાશયોમાં 45.80% પાણીનો સંગ્રહ થયો છે. આ આંકડાઓ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં વરસાદના પ્રમાણને દર્શાવે છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં 33.77% પાણીનો સંગ્રહ જોવા મળે છે, જે સરેરાશ કરતા ઓછો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 48.61% જળાશયો ભરાયા છે, જે સારી સ્થિતિ દર્શાવે છે.
દક્ષિણ ગુજરાતમાં 42.98% અને કચ્છમાં 28.48% જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વધુ 49.38% જળાશયો ભરાયા છે, જે સૂચવે છે કે આ પ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે અને હાલની પરિસ્થિતિ અનુકુળ જણાઈ રહી છે. ચોમાસાનો હજુ પણ ઘણો સમય બાકી હોવાથી, આગામી સમયમાં વધુ વરસાદ થાય તો રાજ્યના તમામ જળાશયો છલકાઈ શકે છે. આમ, આ વર્ષનો વરસાદ આગામી વર્ષ માટે પાણીની સંભવિત સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.
છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે 50 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાહોદ શહેરમાં 7.5 ઈંચ, નર્મદાના તીલકવાડામાં 7.1 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુરના જેતપુરપાવીમાં 6.9 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના શેહેરા તાલુકામાં 6.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
