Kheda Rain : મેઘરાજાએ આળસ ખંખેરી ખેડા પંથકમાં કરી પધરામણી, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

|

Jul 09, 2024 | 4:36 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ખેડા પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી છે. માતર તાલુકાના અનેક ગામોમાં ધોધમારા વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે માતર તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. માતર તાલુકાના ભલાડા, સાયલા, શેખુપુરા, પરીયેજમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.

ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

આ ઉપરાંત નડિયાદ,પીપલગ , ડુમરાલ , મિત્રાલ સહિત ગામડાઓમાં મુશળધાર વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા છે. ખેડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે આણંદ, વડોદરા, છોટાઉદેપુર ,નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપીમાં પણ વરસાદની આગાહી છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદની આગાહી

જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર ,અરવલ્લી ,ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,દીવ, કચ્છ, દ્વારકા ,મોરબી ,જામનગર ,રાજકોટમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Next Video