Junagadh Rain : સૌરાષ્ટ્ર પૂરના સંકટમાં ! ગામો અને ખેતરો જળમગ્ન બન્યા, જુઓ Video
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બામણાસા, સરોડ, ઝાલાવડ સહિતના ગામો અને ખેતરો જળમગ્ન થયા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 કલાકમાં 32 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જૂનાગઢના વંથલીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે ત્રણ તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
બામણાસા, સરોડ, ઝાલાવડ સહિતના ગામો અને ખેતરો જળમગ્ન થયા છે. જ્યારે ખેડૂતોના ઊભા પાક પાણીમાં ગરકાવ થતા ભારે મુશ્કેલી જોવા મળી છે. મગફળી, કપાસ, સોયાબીન જેવા પાક પાણીમાં ગરકાવ થયા છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકામાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના કેશોદમાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડના ઉમરગામમાં 6.6 ઈંચ વરસાદ, દ્વારકાના ખંભાળિયામાં 6.6 ઈંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં 4.5 ઈંચ વરસાદ, વલસાડ શહેરમાં 4 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.