સુરત : ભાજપના વિકાસ કાર્યોની ગાથા દર્શાવતી મેરેથોનને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી લીલીઝંડી, જુઓ VIDEO

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi

Updated on: Sep 25, 2022 | 1:07 PM

સમગ્ર રાજ્યમાં આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ દર્શના જરદોશ, (MP Darshana Jardosh) ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

સુરતમાં (Surat) મેરેથોનને ગૃહરાજયપ્રધાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી છે. ભાજપના વિકાસ કાર્યોની ગાથા દર્શાવવા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચા આયોજીત મેરેથોનમાં ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાઓ મેરેથોનમાં (Marathon) જોડાયા હતા. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (harsh sanghavI) મેરેથોન અંગે કહ્યું, આજનો યુવા લોકોમાં વિકાસ અંગે જાગૃતિ લાવવા દોડ લગાવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ દર્શના જરદોશ, (MP Darshana Jardosh) ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

હર્ષ સંઘવીના  CM ભગવંત માન પર આકરા પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM આજે ગુજરાત મુલાકાતે છે.ત્યારે આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ પંજાબના CM પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પંજાબ સરકારને ગુજરાત મુદ્દે બોલવાનો અધિકાર નથી. પંજાબની જેલોમાં ડ્રગ્સનું નેટવર્ક (Drugs network) ચાલે છે અને ગુજરાત પોલીસે પંજાબ સરકારને (Punjab govt) ડ્રગ્સની માહિતી આપે છે. હજુ સુધી પંજાબ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. આ સાથે પંજાબ સરકાર ડ્રગ્સ માફિયાઓને છાવરેવાનો પણ તેણે આરોપ લગાવ્યો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati