ગુજરાતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વિશ્લેષકોએ કરી દીધી ‘મોટી ભવિષ્યવાણી’ – જુઓ Video

ગુજરાતમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વિશ્લેષકોએ કરી દીધી ‘મોટી ભવિષ્યવાણી’ – જુઓ Video

| Edited By: | Updated on: May 26, 2026 | 5:39 PM

ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે આ વખતે વરસાદ કેવો રહેશે તેને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. એવામાં આગામી ચોમાસું કેવું રહેશે, તે અંગેના મહત્ત્વના સંકેતો સામે આવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા 47માંથી 45 જેટલા અનુભવી આગાહીકાર અને હવામાન વિશ્લેષકોએ એકમંચ પર એકઠા થઈને વર્ષ 2026ના ચોમાસા અંગે પોતાના પૂર્વાનુમાનો રજૂ કર્યા હતા.

અનુભવી આગાહીકાર અને હવામાન વિશ્લેષકોના અનુમાન પ્રમાણે ચાલુ વર્ષ 10 થી 12 આની (અનુમાનના સંદર્ભમાં 62% થી 75%) રહેશે, મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે, જેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જૂન મહિનાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે, જ્યારે ‘ચોમાસુ’ ઑક્ટોબર મહિનામાં વિદાય લેશે.

વર્ષા વિજ્ઞાન મંડળ કૃષિ યુનિવર્સિટીના પ્રમુખનું કહેવું છે કે, બધા આગાહીકારો ખૂબ મહેનત કરીને સાચી આગાહી કરવાનો પ્રયાસ કરે છે. તેઓ દ્વારા અલગ અલગ પાસાને ચકાસી આગાહી કરવામાં આવે છે.

Gujarat Weather: અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી

Follow Us
Loading...
Unable to load recommendations.