AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં SITનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા માગ્યો સમય, હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર, જુઓ Video

Morbi ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં SITનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા માગ્યો સમય, હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 4:54 PM
Share

ઝૂલતા પુલ દર્ઘટના કેસમાં તપાસમાં HCએ ફટકાર લગાવી છે. હાઈકોર્ટે તપાસ ટિમ દ્વારા 2 અઠવાડિયાનો સમય આપતા ફટકાર લગાવી હતી. જોકે કહ્યું કે "આ બાદ કોઈ પણ કારણોસર સમય આપવામાં નહીં આવે". અંતિમ તબક્કા સુધી કામ પર ધ્યાન નહીં હોવાનું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે SITના એક સભ્યના પરિવારમાં મૃત્યુની ઘટના બનતા સરકારે માગ્યો હતો સમય.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના કેસમાં હાઈકોર્ટે ફટકાર લગાવી છે. SITનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા સમય માગતા હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે બે અઠવાડિયાનો સમય આપતા અવલોકન કર્યું. આ બાદ કોઈ પણ કારણોસર સમય આપવામાં નહીં આવે તેવું HC એ જણાવ્યુ હતું. અંતિમ તબક્કા સુધી કામ પર ધ્યાન નહીં આપ્યું હોવાનું હાઈકોર્ટ દ્વારા કહેવામા આવ્યું હતું.

આખરી ઘડીએ કામ કરવાની સ્થિતિમાં આવી સ્થિતિ ઊભી થાય તેવી ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. SITના એક સભ્યના પરિવારમાં મૃત્યુની ઘટના બનતા સરકારે સમય માગ્યો હતો. ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની હતી. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા હતા. જેમાં 60 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ખોડિયાર માતાના અપમાન સામે રોષ, બ્રહ્મસ્વરૂપદાસ માફી માગે તેવી માગ સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર, જુઓ Video

આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. જેમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને લઇને પોલીસે એસઆઇટીની રચના કરી છે. જ્યારે આ ઘટનાની તપાસ માટે પોલીસે એસઆઇટીની રચના કરી હતી. જે તપાસમાં હવે વિલંબ થવાને કારણે હાઈકેર્ટે ફટકાર લગાવી છે.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 25, 2023 04:46 PM
g clip-path="url(#clip0_868_265)">