રાજકોટથી CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ, 3 કેટેગરીમાં ક્વિઝનું આયોજન, 10 અઠવાડિયા સુધી ચાલશે સ્પર્ધા
રાજકોટથી CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.Oનો પ્રારંભ કરાવ્યો છે. 3 કેટેગરીમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ક્વિઝ 10 સપ્તાહ સુધી ચાલશે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022ની ક્વિઝમાં 25 લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમા 1 લાખ 30 હજાર જેટલા વિજેતાઓ ઘોષિત થયા હતા.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી પ્રારંભ કરાવ્યો છે. આ ક્વિઝમાં ગત વર્ષે 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિવિધ સ્તરે કુલ 1 લાખ 30 હજાર જેટલા વિજેતાઓ ઘોષિત થયા હતા. આ તકે સીએમએ જણાવ્યુ હતુ કે આજથી શરૂ થઈ રહેલી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0 પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખશે. એવો મને પાક્કો વિશ્વાસ છે.
વધુમાં સીએમએ જણાવ્યુ કે જ્ઞાનની વૃદ્ધિ માટે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે. પ્રાચીન ગુરુકુળ પ્રણાલીમાં પણ ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ, પ્રશ્નોતરી શિક્ષણનો પાયો હતો. ઉપનિષદ ઋષિ મુનીઓ અને શિષ્યો વચ્ચે થયેલા સંવાદનો જ એક અર્ક છે. આપણી ઉજ્જવળ જ્ઞાન પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો સફળ પ્રયાસ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ છે. આ ક્વિઝથી લોકોની જિજ્ઞાસાવૃતિને વેગ મળ્યો છે.
આ ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકો રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથાથી પણ પરિચિત થયા છે. યોજનાની જાણકારી પ્રજા સુધી, લાભાર્થીઓ સુધી પહોંચાડવાના સંવાહક પણ તેઓ બન્યા છે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ભાવિપેઢીને જાણકાર માહિતીસભર અને ફ્યુચર રેડી કરવાનુ દુરંદેશી પગલુ છે તેમ સીએમએ જણાવ્યુ હતુ.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
