ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બપોરે સુધીમાં સરેરાશ 22 ટકા જેટલું મતદાન

|

Dec 19, 2021 | 2:24 PM

જેમાં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 25 ટકા, મધ્ય ગુજરાતમાં 23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 19 ટકા, જયારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 21 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchyat Election)બપોરે 12 વાગે સુધીમાં સરેરાશ 22 ટકા જેટલું મતદાન(Voter turn Out)નોંધાયું છે. જેમાં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 25 ટકા, મધ્ય ગુજરાતમાં 23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 19 ટકા, જયારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 21 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે.

ગુજરાત(Gujarat)  વિધાનસભા-2022ની ચૂંટણી અગાઉ, રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી( Gram Panchayt Election)  માટે મતદાન શરૂ થયું છે. જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ઠંડીની મોસમ વચ્ચે પણ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે, જેમાં સવારે 11 વાગે સુધીમાં સરેરાશ  17 ટકા જેટલુ મતદાન(Voter Turn Out)  નોંધાયું  હતું.

આ પણ વાંચો : Chhota Udepur : જામલી ગામે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મતદાન કર્યું

આ પણ વાંચો : મહિસાગરના ભંડારા ગામે નિયમોનો ભંગ, રાજ્ય કક્ષાના મંત્રી કુંબેર ડીંડોર માટે નિયમ તોડાયાનો આક્ષેપ

Published On - 12:59 pm, Sun, 19 December 21

Next Video