ગુજરાતે, સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ 86,33,55,531 નો કર્યો ખર્ચો

| Edited By: | Updated on: Mar 09, 2026 | 5:24 PM

ગુજરાત સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરને ઉડતુ રાખવા માટે પાયલોટ, અન્ય સ્ટાફના પગાર તેમજ વિમાન અને હેલિકોપ્ટરના મરામત માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વિગતો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના ઉત્તરમાં સામે આવી છે. 

ગુજરાત સરકારે પોતાની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરને ઉડતુ રાખવા માટે અધધ ખર્ચ કર્યો છે. છેલ્લા બે વર્ષમાં કુલ 86,33,55,531નો ખર્ચ કર્યો છે. જેમાં વિમાન અને હેલિકોપ્ટર ઉડાડનાર પાયલોટ, અન્ય સ્ટાફના પગાર તેમજ વિમાન અને હેલિકોપ્ટરના મરામત માટે કરેલ ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ વિગતો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના ઉત્તરમાં સામે આવી છે.

ગુજરાત સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરને ઉડતુ રાખવા માટે પાયલોટ, અન્ય સ્ટાફના પગાર તેમજ વિમાન અને હેલિકોપ્ટરના મરામત માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ માટે રૂપિયા 56,66,32,421 વાપર્યા છે. જ્યારે પાછલા 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટરને ઉડાડનારા પાયલોટ પાછળ રૂપિયા 28,08,25,262નો ખર્ચ કર્યો છે. અન્ય સ્ટાફ પાછળ સરકારે છેલ્લા 2 વર્ષમાં રૂપિયા 1,58,97,848 નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે આટલોબધો ખર્ચ કરવા છતા, છેલ્લા બે વર્ષમાં ટેકનિકલ ક્ષતિને કારણે, ગુજરાત સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટરનુ બે વખત ઉડાન રદ કરવાની ફરજ પડી હતી.

નિર્લિપ્ત રાયની નિમણૂકને પગલે ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, દાદાના રાજમાં અસામાજિકોને ડામવા ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ !