મંત્રીઓ ખેતરમાં ફોટા પડાવવાનું નાટક બંધ કરે, હેક્ટર દીઠ 50 હજારની સહાય આપોઃ ગોપાલ ઈટાલિયા

મંત્રીઓ ખેતરમાં ફોટા પડાવવાનું નાટક બંધ કરે, હેક્ટર દીઠ 50 હજારની સહાય આપોઃ ગોપાલ ઈટાલિયા

| Edited By: | Updated on: Nov 05, 2025 | 7:21 PM

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારને વેધક સવાલ કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી અને જ્યારે કુદરતની થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સરવેનું નાટક કરવામાં આવે છે તે સમજાતુ નથી.

ગુજરાતમાં માવઠાને કારણે હજારો ખેડૂતોને થયેલા નુકસાન અંગે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટિલાયાએ, પંજાબ સરકારની માફક સરવે વિના ખેડૂતોને હેકટર દિઠ 50,000 સહાય કરવા કરેલ માંગણીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ અનુમોદન આપ્યું છે. તેમણે પણ સરકારને તાયફા બંધ કરીને ખેડૂતોને તાકીદે સહાય આપવાની માંગણી કરી છે.

કોઈપણ સર્વે વિના પંજાબ સરકારની જેમ હેક્ટર દીઠ 50 હજારની સહાય ગુજરાત સરકાર આપે તેવી માંગણી વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કરી છે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે, જો 2 દિવસમાં ખેડૂતને સહાય આપવાની વાત કરાશે તો હુ ઉઘાડા પગે મુખ્યમંત્રીનો આભાર માનવા અમદાવાદથી ગાંધીનગર ચાલતો જઈશ. 2 દિવસમાં સર્વે વિના જ દરેક ખેડૂતના ખાતામાં હેક્ટર દીઠ 50 હજાર નાખવામાં આવે તેમ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું છે.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, માવઠાને કારણે ખેતીમાં થયેલા નુકશાનથી એક ખેડૂતે આત્મહત્યા કરી છે. મંત્રીઓ ખેતરે જઈને ફોટા પડાવ્યા છે, તો સર્વેનું નાટક કેમ કરવામાં આવે છે. ભાજપના મંત્રીઓની ખેડૂતોની મુલાકાત બાદ પણ સરકારને તેમના મંત્રી પર ભરોસો નથી રહ્યો. મંત્રીઓની મુલાકાત માત્ર ફોટો પડાવવા માટે હતી કે શું ? શા માટે મંત્રીની મુલાકાતનો રિપોર્ટ સરકાર સુધી પહોંચ્યો નથી.

ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી અને જ્યારે કુદરતની થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સરવેનું નાટક કરવામાં આવે છે તે સમજાતુ નથી. ગુજરાત સરકારે પંજાબ સરકારની માફક જ કોઈ પણ જાતના સરવે વિના, ખેડૂતોને હેકટર દિઠ રૂપિયા 50,000 ની આર્થિક મદદ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ભાજપમાં થયો ભડકો ! માર્મિક ટ્વિટ દ્વારા દિલીપ સંઘાણીએ કોને બનાવ્યા નિશાન ?

Published on: Nov 04, 2025 05:30 PM