સ્વદેશી ભારતને લઈ રાજ્ય સરકારની વધુ એક પહેલ, સરકારના તમામ વિભાગને સ્વદેશી પ્લેટફોર્મ zohoનો ઉપયોગ કરવાનો આદેશ, જુઓ Video

સ્વદેશી ભારતને લઈ રાજ્ય સરકારની વધુ એક પહેલ, સરકારના તમામ વિભાગને સ્વદેશી પ્લેટફોર્મ zohoનો ઉપયોગ કરવાનો આદેશ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 10, 2025 | 2:34 PM

રાજ્ય સરકારે ડિજિટલ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત હેઠળ એક પહેલ કરતાં, તમામ સરકારી વિભાગો, બોર્ડ, નિગમો અને જાહેર સાહસો માટે સ્વદેશી પ્લેટફોર્મ ઝોહોનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે.

ગુજરાત સરકારે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ડિજિટલ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત હેઠળ એક પહેલ કરતાં, તમામ સરકારી વિભાગો, બોર્ડ, નિગમો અને જાહેર સાહસો માટે સ્વદેશી પ્લેટફોર્મ zohoનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ટેકનોલોજી પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો અને ડિજિટલ સ્વાયત્તતા સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અગાઉ નવા ઇમેઇલ zohoના ઉપયોગ અંગે પહેલ કરી હતી, જેને ગુજરાત સરકારે અમલમાં મૂકી છે. આ પગલું મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે, જેનાથી દેશની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્વદેશી ઉકેલોનું પ્રભુત્વ વધશે. આનાથી સરકારી કામગીરીમાં સુરક્ષા અને કાર્યક્ષમતામાં પણ સુધારો થવાની અપેક્ષા છે, જ્યારે સ્થાનિક ટેકનોલોજી કંપનીઓને પણ પ્રોત્સાહન મળશે.

ભારતમાં ઘણા સરકારી વિભાગોએ ગુગલ મેઇલને બદલે zoho મેઇલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. કેટલાક વિભાગોમાં, તે ફરજિયાત પણ બનાવવામાં આવ્યું છે. લોકો વિદેશી એપ્લિકેશનો અને ટેકનોલોજીને બદલે સ્વદેશી ટેકનોલોજી અપનાવવા તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ ઘણા લોકો એવા છે જે જીમેઇલથી zohoમાં શિફ્ટ થવા માંગે છે, પરંતુ તેમને ડર છે કે તેમના જૂના ઇમેઇલ્સ ડિલીટ થઈ જશે. સારા સમાચાર એ છે કે તમે zoho મેઇલ પર શિફ્ટ થઈ શકો છો અને તમારા જીમેઇલ ઇમેઇલ્સ પણ તેમાં ટ્રાન્સફર કરી શકો છો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો