વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કોને કેટલી મળશે આર્થિક સહાય, જુઓ Video

|

Sep 12, 2024 | 3:06 PM

વડોદરામાં થોડા દિવસ પહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વેપાર-વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને રાહત નિધિમાંથી આર્થિક સહાય જાહેર કરી છે.

વડોદરામાં થોડા દિવસ પહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વેપાર-વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને રાહત નિધિમાંથી આર્થિક સહાય જાહેર કરી છે. પુનઃવર્સન મામલે પણ સહાય આપવામાં આવશે. લારી અને રેકડી ધારકને ઉચ્ચક 5 હજારની રોકડ સહાય જાહેર કરી છે. તેમજ 40 સ્કવેર ફૂટથી નાની સ્થાયી કેબિન ધારકને 20 હજારની સહાય ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત 40 સ્કવેર ફૂટથી મોટી કેબિન ધારકને 40 હજારની રોકડની સહાય ચુકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85 હજારની રોકડ સહાય ચુકવવામાં આવશે. માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હોય તેમને 20 લાખ સુધીની લોન જાહેર કરવામાં આવી છે. લોન પર 3 વર્ષથી વ્યાજ સહાય 7 ટકાના દરે પાંચ લાખની મર્યાદામાં ચૂકવવામાં આવશે.

Next Video