કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર, ગીર સોમનાથમાં મુખ્ય 5 ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ – જુઓ Video
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ ખેડૂતો અને સામાન્ય જનતાને પીવાના તેમજ સિંચાઈના પાણીની ચિંતા સતાવવા લાગતી હોય છે. જો કે, ગીર સોમનાથ જિલ્લામાંથી આ વખતે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે.
કાળઝાળ ગરમી વચ્ચે હંમેશા ખેડૂતોને પાણીની ચિંતા સતાવતી હોય છે. આ સાથે જ પીવાના પાણીના જથ્થા અંગે પણ ચિંતા રહેતી હોય છે. એવામાં હવે ગીર સોમનાથમાં આવેલા મુખ્ય 5 સિંચાઈ ડેમોમાં પૂરતો જળસંગ્રહ ઉપલબ્ધ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં હિરણ-1, હિરણ-2, શિંગોડા, રાવલ અને મછુન્દ્રી એમ પાંચ મુખ્ય ડેમ કાર્યરત છે. આમાં હાલમાં હિરણ-1 ડેમ 92 ટકા, હિરણ-2 ડેમ 74 ટકા, શિંગોડા ડેમ 78 ટકા, રાવલ ડેમ 91 ટકા અને મછુન્દ્રી ડેમ 79 ટકા સુધી ભરાયેલો છે. ખાસ વાત એ છે કે, હિરણ-2 યોજનામાંથી પીવાના પાણી માટે અલગ જથ્થો અનામત રાખવામાં આવ્યો છે.
આ સિવાય સિંચાઈનું, ઉદ્યોગો માટે અને વન્ય પ્રાણીઓ માટે પણ પુરતું પાણી મળી રહે તે રીતે વ્યવસ્થા કરાઈ છે. ટૂંકમાં કહીએ તો, આગામી ચોમાસા સુધી પાણીની કોઈ મોટી અછત સર્જાય તેવી શક્યતા નથી.
ગુજરાતની ધરતી નીચે કંઈક મોટું થવાની તૈયારી ! અંબાણીએ સરકારી કંપની સાથે મિલાવ્યો હાથ, હવે જમીનની અંદર શરૂ થશે ‘અસલી ખેલ’
Follow Us
Loading...
Unable to load recommendations.
