Video: પૂર્વ CM વિજય રુપાણીએ રાજકોટમાં પરિવાર સાથે મનાવ્યો ઉત્તરાયણનો પર્વ, કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યુ-‘AAPનું જુઠ્ઠાણુ ખુલ્લું પડ્યુ છે’

| Edited By: | Updated on: Jan 14, 2023 | 12:29 PM

ગુજરાતમાં (Gujarat) ઉત્તરાયણનું ધાર્મિક રીતે મહત્વ કરતા  પતંગ-માંજા સાથે વધારે કનેક્શન છે. પતંગ રસિયાઓ ધાબા પર ચઢીને હર્ષો ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મજા લે છે. ત્યારે નેતાઓ પણ ઉત્તરાયણના આ પર્વને ઉત્સાહથી મનાવી રહ્યા છે.

ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. ગુજરાતીઓ આ પર્વને હર્ષોલ્લાસથી મનાવે છે. ગુજરાતમાં ઉત્તરાયણનું ધાર્મિક રીતે મહત્વ કરતા પતંગ-માંજા સાથે વધારે કનેક્શન છે. પતંગ રસિયાઓ ધાબા પર ચઢીને હર્ષોઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મજા લે છે. ત્યારે નેતાઓ પણ ઉત્તરાયણના આ પર્વને ઉત્સાહથી મનાવી રહ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પોતાના પરિવાર સાથે રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. વિજય રુપાણીએ પ્રકાશ સોસાયટીમાં ધાબા પરથી પતંગ ઉડાવ્યો હતો તો તેમના પત્ની અંજલિ રુપાણી ફીરકી પકડી તેમની સાથે આ ઉત્સવમાં જોડાયા હતા.

આ પણ વાંચો- Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન, પૂજા-આરતી કરી મેળવ્યા આશીર્વાદ

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. રાજકોટની પ્રકાશ સોસાયટીમાં પોતાના પરિવારજનો અને મિત્રો સાથે રૂપાણીએ પતંગ ઉત્સવ ઉજવ્યો હતો. વિજય રૂપાણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આ વખતે પવન સંપૂર્ણપણે ભાજપ તરફી છે. વિજય રૂપાણીએ કેજરીવાલ પર આક્ષેપ કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીનું જુઠ્ઠાણુ જનતા સમક્ષ ખુલ્લુ પડી ગયું છે અને આપથી જનતાનો મોહ ભંગ થયો છે.

આ પણ વાંચો- Ahmedabad: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવીને ચીકીના સ્વાદનો માણ્યો આનંદ