Surat: ઉત્તરાયણની ખરી મજા ઊંધિયા સાથે, સુરતીઓ આજે લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જશે
આજે સુરતીવાસીઓ કરોડો રૂપિયાનું હજારો કિલો ઉંધીયુ ઝાપટી જશે. સુરતના પ્રખ્યાત નીતિન ભજીયાવાળા સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો ઊંધિયું લેવા નીતિનભાઈનું આવે છે.
ઉત્તરાયણના પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવા લોકો આતુર હોય છે. તેમાં તો ખાસ સુરતીવાસીઓ. આજે સુરતીવાસીઓ કરોડો રૂપિયાનું હજારો કિલો ઉંધીયુ ઝાપટી જશે. સુરતના પ્રખ્યાત નીતિન ભજીયાવાળા સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો ઊંધિયું લેવા નીતિનભાઈનું આવે છે.
મકરસંક્રાંતિ પર્વની એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે.
આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂકી થવાની શરૂઆત થાય છે. આ અંગે સમીર શાસ્ત્રી મહારાજ જણાવે છે કે આ વર્ષે 14મી તારીખે રાત્રે 8:46 કલાક બાદ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.એટલે આ વખતે 15મી જાન્યુઆરીએ દાન પુણ્ય કરવાથી તેનો વિશેષ લાભ થશે.
(વીથ ઈનપૂટ- બળદેવ સુથાર, સુરત)