ભેળસેળિયા તત્વો સામ લાલ આંખ, ફૂડ અને ડ્રગ વિભાગે  ₹35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત

ભેળસેળિયા તત્વો સામ લાલ આંખ, ફૂડ અને ડ્રગ વિભાગે  ₹35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત

| Edited By: | Updated on: Aug 15, 2026 | 9:14 PM

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભેળસેળિયાઓ સામે મેગા એક્શન હાથ ધરી છે. સુરત, ડીસા અને કામરેજમાં દરોડા પાડી ₹35 લાખથી વધુનો શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કર્યો છે. કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, જ્યારે ડીસામાંથી 987 લિટર શંકાસ્પદ ઘી મળ્યું.

 

ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાં ચાલી રહેલા આ મેગા ઓપરેશન અંતર્ગત સુરત અને ડીસામાં દરોડા પાડી રૂપિયા 35 લાખથી વધુનો શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત જિલ્લાના કામરેજમાં એક ફેક્ટરી ઝડપાઈ હતી જ્યાં બહારથી લોક મારીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. આ ફેક્ટરીમાંથી રૂપિયા 29.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તંત્રની આ કાર્યવાહીએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બે અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. અહીંથી કુલ 987 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂપિયા 6.22 લાખથી વધુ આંકવામાં આવી છે. આ દરોડા દરમિયાન શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી સાથે પામોલીન તેલ અને સોયાબીન તેલ પણ મળી આવ્યું હતું.

બંને સ્થળોએથી ભેળસેળયુક્ત પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તમામ શંકાસ્પદ જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Input Credit- Himanshu Patel- Gandhingar

“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના

Follow Us
Loading...
Unable to load recommendations.