ગુજરાતના લોક કલાકારોની માંગ, વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે

| Edited By: | Updated on: Feb 05, 2026 | 3:05 PM

ગુજરાત કોંગ્રેસના નેતા લાલજી ચાવડાએએ મોરબીના ટંકારા ખાતે લોક કલાકારોને લઈને ઉચ્ચારેલા વિવાદાસ્પદ નિવેદન બાદ, સમગ્ર રાજ્યના લોકકલાકારોમાં રોષ વ્યાપી ગયો છે. લોક કલાકારોની માંગ છે કે, લાલજી ચાવડા તેમના વિવાદીત ઉચ્ચારણ બદલ લોક કલાકારોની માફી માગે.

ગુજરાત કોંગ્રેસના નેતા લાલજી ચાવડાએએ મોરબીના ટંકારા ખાતે લોક કલાકારોને લઈને ઉચ્ચારેલા વિવાદાસ્પદ નિવેદન બાદ, સમગ્ર રાજ્યના લોકકલાકારોમાં રોષ વ્યાપી ગયો છે. લોક કલાકારોની માંગ છે કે, લાલજી ચાવડા તેમના વિવાદીત ઉચ્ચારણ બદલ લોક કલાકારોની માફી માગે.

ગુજરાતના લોક કલાકારોએ શિષ્ટ ભાષામાં વખોડ્યું લાલજી દેસાઈનુ વિવાદાસ્પદ નિવેદન

મોરબી ખાતે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ, લોક કલાકારો માટે ઉચ્ચારેલા શબ્દો સામે લોકકલાકારો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. ગત 2 ફેબ્રુઆરીના રોજ, ગુજરાત કિસાન સંધર્ષ સમિતિના નેજા હેઠળ ટંકારા ખાતે ખેડૂત સભા યોજાઈ હતી. એ દરમિયાન કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ લોક કલાકારોને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વ્યાપક પણે વાયરલ થયો હતો. જાહેરમંચ પરથી, લોક ગાયક અને લોક કલાકારો અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવતા ગુજરાતના લોક કલાકારો, ગાયકો શિષ્ટભાષામાં લાલજી દેસાઈના વિવાદાસ્પદ નિવેદનને વખોડી રહ્યાં છે.

લાલજી દેસાઈ પાસે માફીની માંગ

લાલજી દેસાઈ વાણી વિલાસ અંગે માફી માંગે એવી કલાકારોની માંગ છે. લોક કલાકાર યોગેશ ગઢવીએ વીડિયો બનાવી માફીની માંગ કરી છે. લાલજી દેસાઈએ ગુજરાતના તમામ કલાકારોનું અપમાન કર્યું હોવાનું યોગેશ ગઢવીએ તેમના વીડિયોમાં કહ્યું છે. લાલજી દેસાઇ એ કોંગ્રેસની ઇટાલિયન સંસ્કૃતિ દર્શાવી રહ્યા છે, તેમ જણાવીને યોગેશ ગઢવીએ કહ્યું કે, એકવાર નહીં ગુજરાતના એક એક કલાકારની માફી માંગવી જોઈશે. જાહેરમાં ના થઈ શકે એવો શબ્દ પ્રયોગ લાલજી દેસાઈએ ખેડૂતોની સભામાં કર્યો હતો.

Breaking News : સોના-ચાંદીના પૂરા રૂપિયા લેતા વેપારીઓ ઓછા વજનના દાગીના આપતા હતા, 273 એકમ સામે કરાયા કેસ