સરકારની સહાયને ખેડૂતોએ ખર્ચ સામે ગણાવી તદ્દન મામૂલી રકમ, કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ- Video

સરકારની સહાયને ખેડૂતોએ ખર્ચ સામે ગણાવી તદ્દન મામૂલી રકમ, કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ- Video

| Edited By: | Updated on: Oct 26, 2026 | 8:20 PM

રાજ્ય સરકારની દુષ્કાળ સહાયને ગુજરાતના ખેડૂતોએ તદ્દન મામૂલી ગણાવી છે. પ્રતિ હેક્ટર ₹8500ની સહાય સામે, બિયારણ અને ખાતર-પાણીનો ખર્ચ ઘણો વધારે છે. ખેડૂતો પાક ધિરાણ માફ કરવાની અથવા ઓછામાં ઓછી વિઘે ₹20,000 સહાય વધારવાની માગ કરી રહ્યા છે. કિસાન સંઘે પણ સરકારને આ સહાય પર પુનઃવિચાર કરવા અપીલ કરી છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નબળા ચોમાસા બાદ રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખી ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાયની જાહેરાત કરી છે. જે અંતર્ગત બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને પ્રતિ હેક્ટર
₹8500ની સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે કિસાન સંઘે આ સહાયને સાવ મામૂલી ગણાવી છે અને કિસાન સંઘે સહાય અંગે સરકારને પુનઃવિચાર કરવા અપીલ કરી છે. કિસાન સંઘનું કહેવુ છે કે બિયારણ અને ખાતર પાણીનો ખર્ચ પણ આ સહાય કરતા ક્યાંય વધુ છે.

બીજી તરફ ધરતીપુત્રોએ પણ સરકારની સહાય સામે અસંતોષ વ્યક્ત કરતા તેને અપૂરતી ગણાવી છે. ખેડૂતોએ પાક ધિરાણ માફ કરવાની અથવા તો સહાયની રકમ વધારવાની માગ કરી છે. ખેડૂતોનું કહેવુ છે કે એક વિઘામાં જ 20 હજારનો ખર્ચ બિયારણ અને ખાતર પાણીનો થઈ જાય છે, ત્યારે ઓછામાં ઓછી સરકારે વિઘે ₹20,000 જેવી સહાય આપવી જોઈએ અથવા તો સંપૂર્ણ રીતે પાક ધિરાણ માફ કરવુ જોઈએ.

આ તરફ કચ્છના ખેડૂતોએ સરકારે જાહેર કરેલી સહાય તેના સાચા લાભાર્થી સુધી પહોંચે તેની ચોક્સાઈ રાખવાની સરકારને અપીલ કરી છે. સ્થળ પર જઈને પશુઓની ગણતરી કરી એ મુજબ સહાય આપવી જોઈએ, જેથી કરીને ખોટા લોકો લાભ ન લઈ જાય. અન્ય ખેડૂતનુ કહેવુ છે કે અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવનારાને વહેલી મળી જાય છે અને નબળા ખેડૂતો રહી જાય છે. રાજ્યમાં હાલ 12 જિલ્લામાં 30 ટકાથી ઓછા વરસાદને કારણે ભયંકર ઘટ છે. ગયા વર્ષે અતિવૃષ્ટિમાં પણ 22 હજારની સહાય કરાઈ હતી. ત્યારે આ સહાય તદ્દન નજીવી હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. જે ખર્ચની સામે ઘણી ઓછી છે.

હવે પેટ્રોલના બદલે E100 ઈંધણથી દોડશે ગાડીઓ, સરકારે E100 ફ્યૂલની ગાડીઓનો માર્ગ કર્યો મોકળો, જાણો કઈ ગાડીઓમાં ચાલશે?

Follow Us
Loading...
Unable to load recommendations.