તમિલનાડુ CMની કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ, PMને લખ્યો પત્ર

| Edited By: | Updated on: May 17, 2026 | 1:51 PM

જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કારણે સિન્થેટિક ફાયબરના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા વિદેશી કપાસ સસ્તા દરે આયાત કરવાની માંગ વધી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે દેશમાં આવશે, જેના સીધા પ્રભાવથી દેશના કપાસ પકવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે.

ગુજરાત સહિત દેશભરના કપાસ પકવતા ખેડૂતોમાં તે સમયે ભારે આક્રોશ ફેલાયો છે,જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પર લાગુ 11 ટકા આયાત ડયુટી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના હિતમાં કપાસની આયાત વેરામુક્ત કરવાની રજૂઆતને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પર હાલ લાગુ 11 ટકા આયાત ડયુટી યથાવત રાખવાની માંગ કરી છે.

જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કારણે સિન્થેટિક ફાયબરના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા વિદેશી કપાસ સસ્તા દરે આયાત કરવાની માંગ વધી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે દેશમાં આવશે, જેના સીધા પ્રભાવથી દેશના કપાસ પકવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે.

જયેશ પટેલે જણાવ્યું કે ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં અગ્રેસર દેશ છે અને દેશના લાખો ખેડૂતો કપાસના પાક પર નિર્ભર છે. આવી સ્થિતિમાં આયાત ડયુટી દૂર કરવાનો નિર્ણય ખેડૂતોના હિત વિરુદ્ધ સાબિત થઈ શકે છે.

તેમણે પ્રધાનમંત્રીને વિનંતી કરી કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખી કપાસ પરની 11 ટકા આયાત ડયુટી ચાલુ રાખવામાં આવે અને વેરામુક્ત આયાતને અટકાવવામાં આવે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, વિવિધ યોજનાઓ અને લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો કરીને ખેડૂતોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.

હવે ગુજરાતને સર્વિસ સેકટરમાં પણ 1-2-3 નંબરે પહોચાડવાનું છેઃ અમિત શાહ

Published on: May 17, 2026 01:51 PM
Follow Us